Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Autos & Vehicles
માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે ભાષાનું સંવર્ધન થાય એ હેતુથી સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. ------ ઓમ કોમ્યુનિકેશન દ્વારા ગુજરાતી ભાષાના દિવંગત સાહિત્યકારના જન્મદિન/પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે.'શબ્દજયોતિ' શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે.'શબ્દજયોતિ'માં હયાત સાહિત્યકાર પોતે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપે છે.આજની નહીં પણ આવતીકાલની 20 વર્ષ પછીની યુવાપેઢી શિષ્ટ સાહિત્યનું વાચન કરે એ હેતુથી 'પુસ્તક-પરિચય' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.ભારતીય સંસ્કૃતિનો પરિચય માતૃભાષા ગુજરાતીમાં મળે એ હેતુથી 'સંસ્કૃતપર્વ : વાગ્માધુરી'નું આયોજન કરવામાં આવે છે.સામાન્ય રીતે મધ્યયુગ નરસિંહ મહેતાથી શરૂ થાય છે પણ એ પહેલાનો પ્રાગ નરસિંહ યુગ અથવા હેમયુગ છે.એ યુગના ગુજરાતી જૈન સાહિત્યસર્જકોએ વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કરેલું છે.એ સર્જકોનો પરિચય થાય અને એમની કૃતિઓ પર આપણી વિશેષ દ્રષ્ટિ પડે એ હેતુથી 'પર્યુષણ સાહિત્યપર્વ'નું આયોજન થાય છે.માતૃભાષા ગુજરાતીનો મહિમા થાય એ હેતુથી અન્ય કલાના માધ્યમથી સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે.